ચાલતી પટ્ટી

"વર્ગના પ્રત્યેક બાળકના હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે.કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. " "ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે."

Photo Galary

લાખવડ ગામમાં કરેલ એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર

તા.૨૦-૦૨-૨૦૧૪ થી તા.૨૬-૦૨-૨૦૧૪ સુધી સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન લાખવડ (તા.જિ.મહેસાણા) મુકામે કરવામાં આવ્યું.જેમાં એન.એસ.એસ.ના ૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો.પ્રભાતફેરી,શ્રમકાર્ય,રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમો,સામાજિક નાટકો,સ્ત્રીભ્રૂણહત્યા નિવારણ ફિલ્મ,વ્યસન મુક્તિ કાર્યક્રમ,કન્યા કેળવણી,પશુરોગ નિદાન,પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ,બ્લડ ગ્રુપ ચકાસણી વૃક્ષારોપણ,અંધશ્રદ્ધા નિવારણ,જાદુના કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.