રાષ્ટ્રીય
સેવા યોજનાનો આરંભ-ધ્યેયો-લક્ષ્યાંકો
- રાષ્ટ્રીય સેવા યોજનાનો આરંભ
એન.એસ.એસ.ની
શરૂઆત 1969 માં
ગાંધી જન્મશતાબ્દિ વર્ષ શરૂ થઈ. આ યોજના કેન્દ્રસરકારના માનવ સંશાધન મંત્રાલય હેઠળ
આવેલી છે. આ મંત્રાલયના પ્રધાન મિનિસ્ટર એન.એસ.એસ.ના અધ્યક્ષ ગણાય છે. ગુજરાત
રાજ્યમાં યુથ ઓફિસરના વડપણ હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના ચાલે છે અને દરેક શાળા
યુનિવર્સિટીમાં આ પ્રવૃત્તિ ચાલે છે. શાળા-યુનિવર્સિટીમાં આ પ્રવૃત્તિનું સંકલન પ્રોગ્રામ
કોઓર્ડીનેટર કરે છે.અને એન.એસ.એસ.પ્રવૃત્તિના સંકલન કરનાર પ્રોગ્રામ ઓફિસર હોય છે.
24 સપ્ટેમ્બરે
સમગ્ર ભારતની શાળા, કોલેજોમાં એન.એસ.એસ. શુભારંભ દિવસ
(N.S.S. DAY)તરીકે ઉજવવામાં આવે છે.
- રાષ્ટ્રીય સેવા યોજનાના ધ્યેયોઃ
રાષ્ટ્રીય
સેવા યોજનાનું ધ્યેય સમાજ સેવા દ્રારા શિક્ષણનું છે. સમાજના છેવાડાના માનવીને
મદદરૂપ થવાનું છે. રાષ્ટ્રીય સેવા યોજનાના મુદ્રાલેખન “Not
me, But you”, “ હું
નહી, પણ
તમે” છે.
- લક્ષ્યાંકો:
(1) વિદ્યાર્થીને
તેની સામાજિક ફરજો પ્રત્યે જાગૃત કરવો.
(2) તેમને
લોકો સાથે અને લોકો વચ્ચે કામ કરવાની સર્જનાત્મક અને રચનાત્મક તાલીમ આપી સામાજિક
કાર્યોમાં જોતરવા.
(3) વાસ્તવિક્તાનું
દર્શન કરાવી તેના દ્વારા સ્વ અને સમાજ વિષેના જ્ઞાનમાં વૃધ્ધિ કરવી.
(4) લોકશાહીવાદી
નેતાગીરીના અમલ દ્વારા તેમાં કુશળતા પ્રાપ્ત કરવી.
(5) સ્વરોજગારીની
ક્ષમતા કેળવવાના હેતુથી પોતાનો વ્યવસ્થિત વિકાસ સાધવો.
(6) પોતાની
ક્ષમતાને સામાજિક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગ કરી શકે તેવી તકો પૂરી પાડવી.
- સ્વયંસેવકો માટે આચારસંહિતાઃ
(1)બધા
જ સ્વયંસેવકો પ્રોગ્રામ ઓફિસર તથા ગ્રૃપલીડરનાં માર્ગદર્શન હેઠળ કામ કરશે.
(2) જે
સ્થળે પ્રવૃત્તિ હાથ ધરાઈ હોય તે સંસ્થા અગર સ્થાનિક આગેવાન અથવા કાર્યકરને
વિશ્વાસમાં લઈ સહકાર આપવાનો રહેશે.
(3) સ્વયંસેવકે
રાજકીય કે વિવાદસ્પદ બાબતોથી દૂર રહી કાર્ય કરવાનું રહેશે.
(4) સ્વયંસેવકે
પોતે દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિનો અહેવાલ તેમના જૂથ નેતાને કે પ્રોગ્રામ
ઓફિસરને આપવાનો રહેશે.
(5) એન.એસ.એસ.
ના સ્વયંસેવકે જ્યારે સેવાકાર્ય માટે કે પ્રોજેકટ સ્થળે જાય ત્યારે એન.એસ.એસ.નો
બેજ તેમજ સ્કાર્ફ પહેરેલો હોવો જોઈએ.
(6) પ્રવૃત્તિ-પ્રોજેકટોની
જાણકારી માટે શાળાના એન.એસ.એસ.ના નોટિસ બોર્ડના સંપર્કમાં રહેવું.
- મારું કુટુંબ...મારો સમાજ...મારો દેશ...(પ્રતિજ્ઞાપત્ર)